ખેડૂત આંદોલનને 100 દિવસ થઈ ચુક્યા છે અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન ચાલુ છે.દિલ્હીની ટ્રેકટર રેલીમાં થયેલી હિંસા બાદ તો સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત પણ બંધ થઈ ચુકી છે.
આ સંજોગોમાં હવે કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે, સરકાર ખેડૂતોનુ સન્માન કરે છે અને કૃષિ કાયદામાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે.
જોકે તેમણે વિપક્ષો પર આરોપ પણ મુક્યો છે કે ,ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવા માટે રાજનીતિ કરી રહ્યા છે.તેમણે કહ્યુ હતુ કે, કૃષિ સેક્ટરમાં રોકાણ વધારવા માટે અને ખેડૂતોને તેમની ખેત પેદાશો કોઈ પણ જગ્યાએ વેચવા માટે નવા કાયદા બનાવાયા છે.જેના થકી ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળશે.હું માનુ છુ કે, લોકશાહીમાં વિરોધ અને અસહમતિને પણ જગ્યા છે પણ વિરોધ દેશને નુકસાન થાય તે કિમતે કરવાનો હોય તો તે બરાબર નથી.