મોદી સરકાર અમીરોને રાહત આપી રહી છે અને ગરીબોને લૂંટીને મૂડીવાદીઓનું પોષણ કરી રહી છે તેવો આક્ષેપ કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટીની સતત વધતી વસૂલી વચ્ચે સરકાર નવો ટેક્સ સ્લેબ રજૂ કરવા જઈ રહી છે. લોકોની જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી વધારવાની કેન્દ્રની યોજના છે.