વડોદરા દુર્ઘટના બાદ વોટર એક્ટિવિટીઝ માટે SOP તૈયાર કરી છે. રાજ્યભરમાં પાણીમાં થતી એક્ટિવિટી માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા, ડાઇવિંગ સહિતની વસ્તુઓ માટે નિયમો ઘડાયા છે. સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે નૌકાવિહાર માટે મંજૂરી જરૂરી છે. નૌકાવિહાર માટે પોલીસ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી છે. વોટર એક્ટિવિટી કરવા માટે પણ સંબંધિત અધિકારીની પરવાનગી ફરજિયાત છે. બોટનું રજીસ્ટ્રેશન હશે ઉપરાંત સાધનોની ચકાસણી થઈ હશે તો મંજૂરી અનિવાર્ય છે. ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફટી કમિટી દર ત્રણ મહિને સમીક્ષા કરશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કે માન્ય સંસ્થામાંથી નિપુણ નાવિક જ બોટ ચલાવી શક્શે. હાઇકોર્ટે રાજ્યમાં વોટર એક્ટિવિટીઝ માટે યોગ્ય SOP તૈયાર કરવા નિર્દેશ આપ્યા હતા. ચર્ચા વિચારણા બાદ ડ્રાફ્ટ તૈયાર, આગામી દિવસોમાં જાહેરાત થઈ શકે છે.