કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસી સૌથી મોટું હથિયાર ગણાઈ રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સરકારની પેનલ National Immunization Technical Advisory Group (NTAGI) એ રસીકરણ અંગે અનેક ભલામણો કરી છે. જેમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારવાની વાત કરાઈ છે.
2 ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ
સરકારની પેનલે ભલામણ કરી છે કે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. આ અગાઉ આ અંતર 6થી 8 સપ્તાહ સુધી રાખવાની વાત કરાઈ હતી. કેન્દ્ર સરકારે પણ માર્ચમાં કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર 28 દિવસથી વધારીને 6થી 8 સપ્તાહનું કરવાની વાત કરી હતી.