કોરોના મહામારી પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના કેસ વધતા અટકાવવાના પગલાંના ભાગરૂપે ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઉત્તરભારતના રાજ્યોમાં કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાને જોતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર શનિવારે સવારે ૮ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪૬,૨૩૨ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૯૦,૫૦,૫૯૭ ઉપર પહોંચી હતી. ૨૪ કલાકમાં દેશમાં ૫૬૪ દર્દીઓએ જીવ ગુમાવતાં કોરોના મહામારીનો કુલ મૃતાંક ૧,૩૨,૭૨૬ થયો હતો. ભારતમાં અત્યાર સુધીમાં ૮૪.૭૮ લાખ લોકો કોરોનાના સંક્રમણમાંથી સાજા થઇ જતાં રિકવરી રેટ ૯૩.૬૭ ટકા પર પહોંચ્યો હતો. હાલ દેશમાં ૪,૩૯,૭૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જે કુલ કેસના ૪.૮૬ ટકા થવા જાય છે.