ગુજરાતના શહેરોને પોતાની ચપેટમાં લેનાર કોરોના વાયરસને ગ્રામ્ય સ્તરે ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી કે, દરેક ગામમાં કોરોના કમિટી બનાવવા સરકાર દ્વારા સરપંચોને આદેશ આપવામાં આવ્યો છે. ગામની અંદર કોરોના વાયરસનો પ્રવેશ અને સંક્રમણ અટકાવવા આ કમિટી કામ કરશે. કમિટીની અંદર સરપંચ, તલાટીમંત્રી, આરોગ્યના કર્મચારી રહેશે. સાથે જ ગામના યુવાનો પોલીસમિત્ર તરીકે કમિટીમાં કામગીરી કરશે. તાલુકા અને જિલ્લા ડેલિગેટ્સને પણ કમિટીમાં રાખવામાં આવશે.