ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યભરમાં વિરોધ જોવો મળ્યો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે સરકારે ફી વધારાના ફેરવિચારણા કરશે. આગામી સમયમાં ફી મામલે નવો પરિપત્ર જાહેર કરશે. આરોગ્ય અને પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આ અંગેની જાહેરાત કરી છે.