ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઈ રહેલા નવા વાઇરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મુદ્દે બેઠક બોલાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવાયું છે કે, ચીનની સ્થિતિ પર ઊંડાણપૂર્વક નજર રાખી રહ્યા છીએ. આ સિવાય WHO પાસે આ વાઇરસની સ્થિતિ પર સચોટ માહિતી આપવાની અપીલ કરાઈ છે.