CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં MSME એકમોને સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓમાં છૂટછાટ આપવામાં આવી છે. તદ્દઅનુસાર, 3 વર્ષ સુધી કોઈપણ પ્રકારની પરવાનગીઓમાંથી મુકિત આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે MSME ઊદ્યોગોને નવું બુસ્ટ આપવા ‘‘ધ ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન ઓડિર્નન્સ-2019’’ જારી કરવાનો પણ નિર્ણય કર્યો છે.