‘એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને લઈને તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે.
કોંગ્રેસે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. વિપક્ષ ‘એક દેશ, એક ચૂંટણી’નો સતત વિરોધ કરી રહ્યો છે. હાલમાં લોકસભામાં આજની કાર્યવાહી ખૂબ જ હોબાળાથી ચાલી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે વિરોધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'બંધારણને નષ્ટ કરવાનું બીજું ષડયંત્ર છે.'