અનેકવાર અજાણ્યા નંબરથી આવતા કૉલ્સ ઉઠાવ્યા બાદ ખબર પડે છે કે તે પ્રમોશનલ કૉલ છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ જરૂરી કામ કરી રહ્યા હોવ અથવા ડ્રાઇવ કરી રહ્યા હોવ. હવે સબ્સક્રાઇબર્સને પ્રમોશનલ કોલ્સથી રાહત અપાવવા માટે સરકાર તરફથી જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ટેલિકોમ ઓપરેટર્સને કહેવાયું છે કે, આ મહિના સુધી પ્રમોશનલ કોલ્સ પર લગામ લગાવે અને એવું ન કરનાર પર મોટો દંડ લગાવવામાં આવે.