રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આને સાહસિક નિર્ણય ગણાવ્યો છે. જોકે મોદી સરકારની આ મોટા નિર્ણયની ઉજવણી સંઘે મર્યાદિત રીતે કરી હતી.
રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાની જાહેરાત કર્યા બાદ આરએસએસના પદાધિકારીઓની એક કલાક લાંબી બેઠક યોજાઈ હતી અને એમાં નિર્ણય લેવાયો હતો કે મોદી સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો વિશે પ્રતિક્રિયા સંઘના વરિષ્ઠ પદાધિકારી જ આપશે.
ત્યાર બાદ આરએસએસના ટ્વિટર હેન્ડલ પર સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહ સુરેશ (ભય્યાજી) જોશીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારના સાહસપૂર્ણ પગલાંનું અમે હાર્દિક અભિનંદન કરીએ છીએ. આ જમ્મુ અને કાશ્મીર સહિત આથા દેશના હિત માટે અત્યધિક આવશ્યક પગલું છે. તમામ લોકોએ પોતાના સ્વાર્થ અને રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને આ પહેલનું સ્વાગત અને સમર્થન કરવું જોઈએ.