રાજ્યમાં વસતી તમામ જ્ઞાતિ અને પ્રાંતના લોકો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ સરકારે પુરૂ પાડ્યું છે. અમદાવાદમાં જૂન-૨૦૧૮માં મોબ લિન્ચિંગ -ટોળાશાહીનો ભોગ બનેલ રાજસ્થાનની અનુસૂચિત જાતિની મૃતક મહિલાના પરિવારજનોને ગુજરાત સરકારે SC-ST એટ્રોસીટી એક્ટ હેઠળ રૂ.૮ લાખ, ૨૫ હજારની સહાય કરીને પરપ્રાંતિય ભિક્ષુક મહિલા પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી છે.
મંત્રી ઇશ્વરભાઇ પરમારે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તા. ૨૬ જુન-૨૦૧૮ના રોજ અમદાવાદના વાડજ ખાતે ટોળાનો ભોગ બનેલા મૃતક શાન્તાદેવી મદારી જ્ઞાતિના ભિક્ષુક મહિલા હતા. મદારી જ્ઞાતિનો ગુજરાતમાં OBCમાં જ્યારે રાજ્સ્થાનમાં કાલબેલીયા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે.