IOCL એ દેશના લોકોને નવા વર્ષની ભેટ આપી છે. એક મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભાવમાં ઘટાડો નજીવો છે. આખા મહિનાની ગણતરી કરીએ તો 39 રૂપિયાથી ઘટીને 44 રૂપિયા ઘટાડો થયો છે.
બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ઘટાડો 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો. આ સમયે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો