હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી પરિણામમાં બીજેપીને 40 સીટો મળી છે. જ્યારે બહુમતી માટે 46 સીટો જરૂરી છે. ભાજપને ગોપાલ કાંડા સહિત 7 અપક્ષ ઉમેદવારોથી સમર્થન મળવાની આશા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શુક્રવારે સવારે જ ચંદીગઢથી દિલ્હી પહોંચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખટ્ટર ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે તેમની સાથે બેઠક કરશે. તેમાં રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ સામેલ થશે. આ દરમિયાન રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ હાજર રહેશે. આ દરમિયાન સીનિયર નેતાઓ હરિયાણામાં સરકાર બનાવવાની રણનીતિ વિશે ચર્ચા કરશે. માનવામાં આવે છે કે, મનોહરલાલ ખટ્ટર સાંજ સુધીમાં એકલા શપથ લે તેવી શક્યતા છે, બાકીના મંત્રીઓની શપથ ગ્રહણ વિધિ પછી કરવામાં આવશે. હરિયાણાની 90 સીટમાંથી કોંગ્રેસને 31, જેજેપીને 10 અને અન્યને 9 સીટ મળી છે.
મહારાષ્ટ્રમાં 56 સીટો મેળવ્યા પછી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ માટે ભાજપને 50:50 ફોર્મ્યૂલા યાદ કરાવી છે. પાર્ટી ભાજપ પર શિવસેનાના મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કરી રહી છે. ઉદ્ધવે બપોરે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
બીજી બાજુ ભાજપ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે અને રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટોમાંથી ભાજપને 105 સીટો મળી છે. શરદ પવારની પાર્ટી એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો, જ્યારે અન્યને 28 સીટો મળી છે.