કોરોના લોકડાઉન દરમિયાન સરકાર અને આરબીઆઈ દ્વારા લોનધારકોને રાહત આપવા જાહેર કરાયેલ લોન મોરેટોરિયમમાં વ્યાજ પર વ્યાજ માફીના મામલે કેન્દ્ર સરકારે રજૂ કરેલી દરખાસ્ત સામે સુપ્રીમ કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વ્યાજ માફીના મામલે અનેક મુદ્દા ઉકેલવામાં સરકાર નિષ્ફ્ળ ગઈ છે. કોર્ટે આ મામલે આરબીઆઈ અને કેન્દ્ર સરકારને વધુ એક અઠવાડિયાની મુદત આપી છે. ૧૩મી ઓક્ટોબરે કેસની સુનાવણી વખતે નવેસરથી એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું કે કેન્દ્રએ રજૂ કરેલી એફિડેવિટમાં અરજદારોએ ઉઠાવેલા અનેક મુદ્દાનો ઉકેલ નથી. આરબીઆઈ કે અન્ય કોઈ સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટતા કરતો કોઈ સરક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો નથી. સરકાર અને RBI એ કામત સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવી જોઈતી હતી. કામત સમિતિની ભલામણો સ્વીકારાઈ હોય તો તેની વિગતો દર્શાવો. કોર્ટે કહ્યું કે લોન લેનારાઓએ મોરેટોરિયમનો લાભ લીધો છે કે કેમ તે જોયા વિના સરકાર દ્વારા વ્યાજ માફી માટે કેટેગરીઓ અલગ પાડવામાં આવી છે. કોર્ટે રીઅલ એસ્ટેટ અને પાવર સેક્ટરની સમસ્યાઓ દૂર કરતી નવી એફિડેવિટ રજૂ કરવા સરકારને આદેશ આપ્યો છે. સરકાર દ્વારા વ્યાજ પર વ્યાજ માફીનો નિર્ણય લેવાયો છે તેને કારણે રૂ. ૫૦૦૦ કરોડથી રૂ. ૭૦૦૦ કરોડનો બોજ પડશે.