કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ગ્રેચ્યુઇટી માટેની ટેક્સ મુક્તિ મર્યાદા બમણી એટલે કે 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેનાથી તે કર્મચારીઓને લાભ થશે જે 12 મહિના પહેલા નિવૃત્ત થઈ ગયા છે અથવા નિવૃત્ત થવાના છે.
નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરી હતી કે, “આવકવેરા અધિનિયમની કલમ 10 (10) (iii) દ્વારા ગ્રેચ્યુઇટી પર આવકવેરાની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનાથી તમામ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટમાં ન આવતા અન્ય કર્મચારીઓને પણ ફાયદો થશે. જો કે, સરકારે કર મુક્તિ લાગુ કરવાની તારીખ અંગે કોઈ માહિતી આપી નથી. નોંધનીય છે કે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં ગ્રેચ્યુઇટી પરની ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ગ્રેચ્યુઇટી એક્ટ એવા તમામ કર્મચારીઓને લાગુ પડે છે જે સંસ્થામાં 10 કે તેથી વધુ કર્મચારીઓ રોજગારી કામ કરે છે.