કેન્દ્ર સરકારે ગુરુવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવાની પ્રવૃતિમાં સામેલ છે આ ઉપરાંત ભારતમાં આતંકી પ્રવૃતિને ઉત્તેજન આપવા માટે ઑનલાઇન માધ્યમથી યુવાનોની ભરતી કરે છે.