કેન્દ્ર સરકારે 16મા નાણા પંચની જાહેરાત કરી છે. નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા (Arvind Panagariya)ને નાણા પંચના અધ્યક્ષ અને ઋત્વિક રંજનમ પાંડે ને સચિવ બનાવાયા છે. પંચના અન્ય 2 સભ્યોના નામ પછી જાહેર કરાશે.
નાણા મંત્રાલયે સત્તાવાર જાહેરાત મુજબ નાણા પંચના સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર-2025 સુધીનો અથવા રિપોર્ટ રજુ કરવા સુધીનો રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા નવરચિત 16મું નાણા પંચ સંઘ અને રાજ્યો વચ્ચે કર વહેંચણી, મહેસૂલ અનુદાન, રાજ્યના નાણા પંચની ભલામણો બાદ ત્યાંની પંચાયતો અને નગરપાલિકાઓમાં સંસાધનો પૂરા પાડવા અને રાજ્યનું ભંડોળ વધારવા માટે જરૂરી ઉપાયોમાં ભલામણ રજુ કરશે. 16મું નાણા પંચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ ફંડ વિતરણનો પણ નિર્ણય કરશે.