ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામી ગયો છે. હકીકતમાં જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ આ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન થવાનું છે. જેમાં હવે AAP (આમ આદમી પાર્ટી) ના નેતા ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, પેટાચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ આપવામાં નથી આવી. પરંતુ, AAP આ વખતે મોડું પડવા નથી ઈચ્છતું અને અત્યારથી જ વિસાવદરની જીત માટે તૈયારી શરૂ કરી દીધી છે.