વિશ્વભરમાં સોમવારે સાંજે ગૂગલ સેવાઓ ૪૫ મિનિટ સુધી ક્રેશ થઇ હતી. તેના કારણે સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો હતો. ટેક્નોલોજીના આધારે જીવતા કરોડો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જાણકારોના મતે સોમવારે સાંજે સાંજે પેસિફિક ટાઈમ ઝોન પ્રમાણે સવારે ૩.૪૭ કલાકથી ગુગલના વિવિધ માધ્યમોમાં લોગઇન અને એક્સેસમાં મુશ્કેલી પડવા લાગી હતી અને સવારે ૪.૩૨ વાગ્યા સુધી આ સમસ્યા રહી હતી. ત્યારબાદ આ સેવાઓ પુનઃ બહાલ કરવામાં આવી હતી. આ ૪૫ મિનિટના સમયગાળા દરમિયાન ગૂગલની ૧૯ સેવા ઠપ રહી હતી. ગુગલે જણાવ્યું હતું કે, ઈન્ટરનલ સ્ટોરેજ ક્વોટામાં મુશ્કેલી ઊભી થવાના કારણે વૈશ્વિક સ્તરે સમસ્યા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯ ઓગસ્ટથી જ ગૂગલના વિવિધ માધ્યમોમાં સમસ્યાઓ સર્જાવાની શરૂઆત થઈ હતી. ૨૦ ઓગસ્ટે પણ ગૂગલની ઘણી સેવાઓ થોડા સમય માટે ઠપ થઈ ગઈ હતી અને ત્યારબાદ પુનઃ સ્થાપિત થઈ ગઈ હતી. ત્યારથી લોકો ગૂગલની સેવાઓ અંગે ફરિયાદ કરતા આવ્યા છે.