ગૂગલે બુધવારે ભારતમાં તેના સૌથી મોટા કેમ્પસ 'અનંત'નું અનાવરણ કર્યું હતું. આ કેમ્પસ ગૂગલના વિશ્વના સૌથી મોટા કેમ્પસમાંનું એક છે. બેંગલુરુના મહાદેવપુરામાં સ્થિત અનંત કેમ્પસમાં ૫,૦૦૦થી વધુ સીટિંગની ક્ષમતા છે, આ કેમ્પસના નિર્માણ માટે વપરાયેલી સામગ્રી લગભગ સંપૂર્ણપણે લોકલ બિઝનેસ પાસેથી મેળવવામાં આવી છે.