ગૂગલે મંગળવારે ભારતીય મૂળના સુંદર પિચાઈને પોતાની પેરન્ટ કંપની આલ્ફાબેટના મુખ્ય અધિકારી (CEO) તરીકે નિમ્યા છે. મહત્વનું છે કે પિચાઈએ ઈન્ટરનેટની દિગ્ગજ કંપનીના સહ સંસ્થાપક લેરી પેજની જગ્યા લીધી છે. સહસંસ્થાપક, શેરધારકો અને આલ્ફાબેટના નિર્દેશક મંડળના સભ્યોના રૂપમાં લેરી પેજ અને સર્ગી બ્રિનની ભાગીદારી રહેશે. જણાવી દઈએ કે આલ્ફાબેટની સ્થાપના 2015માં કરવામાં આવી હતી.