ગૂગલે પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ પીના પબ્લિક બીટા વર્ઝનને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે પહેલીવાર ગૂગલે માત્ર પોતાના સ્માર્ટફોનમાં જ નહીં, પરંતુ અન્ય કંપનીઓ જેમ કે નોકિયા, શાઓમી, સોની, ઓપ્પો ફોન્સમાં પણ બીટા વર્ઝનને સપોર્ટ કરે છે. ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં તેની જાણકારી શેર કરી છે. પસંદગીની કેટલીક કંપનીઓના સ્માર્ટફોન્સ માટે હાલમાં એન્ડ્રોઈડ પી ઓએસ ઉપલબ્ધ છે.