ગુગલે તેના સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસને બંધ કરવાની જાહેરાત ઓક્ટોબર, 2018માં કરી હતી. જણાવી દઈએ કે, ગુગલ સપોર્ટ પેજ પર અપડેટ કરવામાં આવેલી માહિતી પ્રમાણે, 2 એપ્રિલ, 2019ના રોજ Google+ કન્ઝ્યુમર વર્ઝન બંધ કરવામાં આવશે.
કંપનીના આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, Google Plus બંધ કરવાનો નિર્ણય 5 કરોડથી વધુ યુઝર્સના ડેટાની સુરક્ષા માટે લીધો છે. એક ઓફિશિયલ પોસ્ટમાં કંપનીએ કહ્યું છે કે, 2 એપ્રિલે તમારું ગુગલ એકાઉન્ટ અને ગુગલ પ્લસનું કોઇ પણ પેજ જે તમે ક્રિએટ કર્યું હશે, તે બંધ થઇ જશે. અમે યુઝર્સના ગુગલ પ્લસ એકાઉન્ટના કોન્ટેન્ટને ડિલીટ કરવાનું શરૂ કરી દઇશું.
ઉલ્લેખનીય છે કે, ગુગલ પ્લસના Album Archieveમાંથી પણ યુઝર્સના ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી દેવામાં આવશે. જોકે યુઝર્સ દ્વારા બેકઅપ લેવામાં આવેલો ડેટા ડિલીટ નહીં કરાય.