દિલ્હી હાઇકોર્ટે કન્સલટન્સી ફર્મ ગૂગલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓને ટેકનોલોજી દિગ્ગજ ગૂગલ એએલસીના ટ્રેડમાર્કના દુરુપયોગ બદલ ૧૦ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રતિવાદીઓને તેમના ટ્રેડમાર્કનો ભંગ કરવાથી સ્થાયી રૃપે રોકવા માટે તેણે દાખલ કરેલી અરજીમાં ગૂગલ એલએલસીની તરફેણમાં ચુકાદો આપતા ન્યાયમૂર્તિ સંજીવ નરુલાએ જણાવ્યું હતું કે પ્રતિવાદીઓએ યોગ્ય મંજૂરી વગર ગૂગલ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો અને છેતરપિંડીમાં લિપ્ત હતાં કારણકે તેમણે પ્રજા સામે ખોટું પ્રતિનિધિત્ત્વ કર્યુ કે તેઓ ગૂગલ ઇન્ડિયા સાથે જોડાયેલા હતાં.