ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ Google અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. સંધુએ ટ્વીટર પર કહ્યું કે, સાન ફ્રાન્સિસ્કોમાં Google અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સમ્માનિત કરીને આનંદ થયો. સુંદરની મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસના આર્થિક અને ટેક્નોલોજી સંબંધોને મજબૂત બનાવે છે અને ભારતીય પ્રતિભાને પુનઃ સમર્થન આપે છે.