ગૂગલે આજે ઘણી દિગ્ગજ એપ્સને પ્લે સ્ટોરમાંથી દુર કરી દીધી છે, જેમાં Shaadi, Naukri, 99acres, STAGEdotin અને Matrimony સહિત ડઝનથી વધુ એપ્સનો સમાવેશ થાય છે. ગૂગલની કાર્યવાહી બાદ એપ્સના સંસ્થાપકોએ આશ્ચર્યવ્યક્ત કરી આકરી પ્રતિક્રિયા આપી છે.
Shaadiના સંસ્થાપક અનુપમ મિત્તલે ગૂગલની કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી છે અને આજનો દિવસ ભારતીય ઈન્ટરનેટ માટે કાળો દિવસ કહ્યો છે. આ ઉપરાંત તેમણે ગૂગલને ‘નવી ડિજિટલ ઈસ્ટ ઈન્ડિયા’ પણ કહી છે. મીડિયા અહેવાલો મુજબ ગૂગલે તેની બિલિંગ પોલિસીનું પાલન ન કરતી ભારતીય ડેવલપર્સની એપ્સ હટાવવાનો નિર્ણય કર્યો છે.