આજે એટલે કે 15મી ઓગસ્ટે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યાને 77 વર્ષ પૂર્ણ થયા છે. દેશભરમાં દેશભક્તિની લહેર ચાલી રહી છે. આવી સ્થિતિમાં ગૂગલ પણ ડૂડલ દ્વારા ભારતના 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગૂગલ દર વર્ષે ડૂડલ દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસને ખાસ બનાવે છે. ચાલો જાણીએ આ વખતે ગૂગલના ડૂડલની થીમ શું છે અને કોણે બનાવ્યું?
વર્ષ 2024નું ડૂડલ કોણે બનાવ્યું? : તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 2024નું ગૂગલ ડૂડલ વરિન્દ્ર ઝવેરીએ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે વરીન્દ્ર ફ્રીલાન્સ આર્ટ ડિરેક્ટર, ઇલસ્ટ્રેટર અને એનિમેટર છે. આ એડિટોરિયલ ઈલેસ્ટ્રેશન બનાવવા ઉપરાંત તે મોટી કંપનીઓ, સ્ટુડિયો અને વિવિધ ઉદ્યોગો માટે સેલ એનિમેશન, સ્ટાઇલ ફ્રેમ્સ અને ઉત્પાદન ચિત્રો પણ બનાવે છે. હાલમાં તે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે.