કેલેન્ડર વર્ષ 2022ના નવા વર્ષનો પ્રથમ દિવસ જ સરકાર માટે સારા સમાચાર લઈને આવ્યો છે. ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું છે. જો કે આ કલેક્શન અગાઉના નવેમ્બર મહિનાના 1.31 લાખ કરોડની તુલનાએ ઘણું ઓછું છે. આમ સળંગ છઠ્ઠા મહિને સરકારનું જીએસટી કલેક્શન એક લાખ કરોડથી ઉપર રહ્યું છે.
નાણાપ્રધાને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતે કુલ જીએસટી કલેક્શન 1,29,780 કરોડ રૃપિયા હતું. તેમા સીજીએસટીના 22,578 કરોડ, એસજીએસટીના 28,658 કરોડ, આઇજીએસટીના 69,155 કરોડ રૂપિયા હતા. આઇજીએસટીની આ રકમમાં આયાત વેરાના 37,527 કરોડ અને સેસ (ઉપકર) પેટેના 9,389 કરોડનો સમાવેશ થાય છે.