ખાનગી ટ્રાવેલ્સ સામેની કટ્ટર હરિફાઈમાં ટકી રહેવા અને આવકના નવા નવા સ્ત્રોત ઉભા કરવા એસટી તંત્ર મોડે મોડે આધૂનિક વિચારધારા અપનાવતું થઈ રહ્યું છે. આજથી ગુજરાતમાં લગ્ન પ્રસંગ માટે વોલ્વો બસનો પ્રારંભ થઇ ગયો છે. આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીના હસ્તે વોલવો બસનું લોકાર્પણ કરી પ્રથમ તબક્કામાં 200 બસો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે વોલ્વો બસ લોકાર્પણ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લીલી ઝંડી મળતા આજથી રાજકોટ-અમદાવાદ તથા અમદાવાદ-રાજકોટ વચ્ચે દર કલાકે નવી એ.સી. વોલ્વો બસ દોડશે. જેમાં 4 જી સહિતની આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. સાથોસાથ નવી વોલ્વો બસ લગ્ન પ્રસંગ તેમજ પીકનીક, પ્રવાસ માટે પણ ભાડે આપવાનો નિર્ણય લેવાયાનું વિભાગીય નિયામકે જણાવ્યું હતું.
શુ શું સુવિધા હશે
દર કલાકે રાજકોટ-અમદાવાદ વચ્ચે દોડનારી આ વોલ્વો બસમાં વાઈફાઈ, જીપીએસ સિસ્ટમ, ટીવી મનોરંજન સુવિધા સાથે એરકન્ડિશન વેઈટીંગ લાઉન્જ રહેશે. આ ઉપરાંત રીટર્ન બુકીંગ ઉપર 1૦ ટકા ડીસ્કાઉન્ટ, ગ્રુપ બુકીંગ ઉપર વધારાનું 5 ટકા ડીસ્કાઉન્ટ રહેશે.
રાજકોટ- અમદાવાદ વચ્ચે શરૂ થયેલી આ વોલ્વો બસ માં ઓનલાઇન બુકીંગ સહિતની સેવાઓ પણ આપવામાં આવી છે. એસટી બસોને આધુનિક બનાવવાના અભિયાનના ભાગરૂપેઆજે રાજકોટ-અમદાવાદ વચ્ચેની એસટીની નવી વોલ્વો શરૂ કરવામાં આવી છે.