રાજ્યભરના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. જૂનાગઢ ખાતે મળેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ માં વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો છે. જે પ્રમાણે આ વર્ષે ચોમાસું 12 આની રહેશે. બીજી તરફ જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસી જશે તેવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. તો જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે તેવી શક્યતા છે.
12 આની વરસાદ એટલે શું?
વર્ષા વિજ્ઞાન પરિસંવાદ તરફથી 12 આની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે 12 આની વરસાદ એટલે શું? આ મામલે માહિતી આપતા કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર જી.આર. ગોહિલે (G.R.Gohil) જણાવ્યું હતું કે, "આ વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 48 આગાહીકારો આગાહી રજૂ કરશે. આ આગાહીઓ પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડકી વાક્યો, વનસ્પતિ પરથી કરવામાં આવે છે. આ 195 દિવસની આગાહી હોય છે. તમામ આગાહીકારો એક મહિના પહેલા પોતાની આગાહી આપી દેતા હોય છે. કૃષિ યુનિવર્સિટી તેનું સંકલન કરે છે. આ વર્ષે આગાહીકારોના જણાવ્યા પ્રમાણે વર્ષ સાધારણથી મધ્ય રહેશે. સામાન્ય રીતે 16 આની વર્ષને પૂર્ણ વર્ષ કહેવામાં આવે છે. 12 વર્ષને મધ્યમ કહેવામાં આવે છે. જે પ્રમાણે આ વર્ષે 80થી 90 કે 100 ટકા વરસાદ પડશે. આ વર્ષે વરસાદ અનિયમિત પણ રહી શકે છે. આગાહીકારોનું કહેવું છે કે ચોમાસું ઓક્ટોબરના છેલ્લા વીકમાં વિદાય લેશે."