ગુજરાત સરકારે સાયન્સ સ્ટુડન્ટ્સને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવેથી વિદ્યાર્થીઓને ત્રણ પરીક્ષાને બદલે એક જ પરીક્ષા આપવી પડશે. મેડીકલ અને પેરામેડીકલના વિદ્યાર્થીઓને GUJCETની પરીક્ષામાંથી મુક્તિ આપી છે. તો મેડિકલ અને ડેન્ટલના સ્ટુડન્ટ્સને બેઠકની ફાળવણી પ્રો-રેટા બેઝ પર થશે.