રેલવેમંત્રી પીયુષ ગોયલ આગામી 31 ઓગષ્ટે એક પોર્ટલની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. જેનો હેતુ કર્મચારીઓનું થતુ શોષણ પર અંકુશ લગાવવાનો છે. રેલવે સાથે જોડાયેલી કંપનીઓ કર્મચારીઓના ન્યૂનત્તમ પગારમાં કાતર ચલાવી શકશે નહીં. રેલવે મંત્રાલયે કરાર પર કામ કરનારા કર્મચારીઓ માટે લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ (એલપીએમપી) તૈયાર કર્યુ છે. વિભાગને આવા કર્મચારીઓનુ શોષણ થઈ રહ્યું હોવાની અવારનવાર ફરિયાદો મળે છે.