કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પછી મજા પડી ગઇ છે. જો તમે પણ વધેલા પગારની રાહ જોઈ રહ્યા છો તો તમારા ખાતામાં મોટી રકમ આવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે. હવે 4%નો વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે. અગાઉ જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો હતો.