: 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ જે લાંબા સમયથી પોતાના વધેલા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજાર હવે ખતમ થયો છે.
DA ને 17% થી વધારીને 28% કરવાની મળી મંજૂરી: સૂત્ર
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે થયેલી કેબિનેટની બેઠકમાં ગત દોઢ વર્ષથી અટકી પડેલા મોંઘવારી ભથ્થાને ફરીથી બહાલ કરવા અંગે મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું હવે 28 ટકા પ્રમાણે મળશે જે અત્યાર સુધી 17 ટકાના દરે મળતું હતું. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 11 ટકા વધુ મોંઘવારી ભથ્થું મળશે.