રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે, ત્યારે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (29 ઑગસ્ટે) દ્વારકા, પાવાગઢ, રાજકોટ, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાતમાં મેઘતાંડવ થવાથી અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા છે, ત્યારે રાજ્યમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટ ઊંચી વોલ તૂટી પડી છે, દ્વારકાના ગોમતી ઘાટ પર ખતરનાક વીજળી ત્રાટકી છે, દ્વારકા નગરીમાં ભારે વરસાદને લઈને જળપ્રલયના દ્રશ્યો સર્જાતા ગોમતી નદી અને દરિયો એક થવાથી ગોમતી ઘાટ સંપૂર્ણ ડૂબી ગયો છે, વડોદરા જળબંબાકાર સામે ઝઝૂમી રહ્યું હોવાના છે. ચાલો જોઈએ ક્યાં છે કેવી સ્થિતિ.