ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી 3,350 ટન સોનાની ખાણ મળી આવતા ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ મુજબ વર્તમાન સમયમાં ભારત પાસે આશરે 626 ટન સોનાનો ભંડાર છે. તો સોનભદ્ર જિલ્લામાંથી મળી આવેલા સોનાનો અપાર ભંડાર તેના કરતા પાંચ ગણો વધારે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે સોનાના રિઝર્વમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં સામેલ થઇ શકે છે. વર્તમાન કિંમત મુજબ મળેલા સોનાનું મૂલ્ય આશરે 12 લાખ કરોડ રુપિયા છે.
હાલમાં તો જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા આ પહોડોના સિમાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય સોનભદ્ર જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી વિવિધ ધાતુઓનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં 90 ટન એંડાલૂસાઇટ, 9 ટન પોટાશ, 15 ટન લોખંડ તેમજ લાખો ટન સિલેમાઇટ નો સમાવેશ થાય છે. હાલમાં સર્વે માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે સર્વેનું કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ધાતુઓથી ઉત્તર પ્રદેશ સરકારના ખજાનામાં વધારો થશે.