અમદાવાદ એરપોર્ટ પર અવાર નવાર સોનું પકડાવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. આજે ફરી અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દુબઈથી આવેલ એક મુસાફર પાસેથી 3 કિલો સોનુ પકડાયુ છે. એરપોર્ટ પર જ્યારે સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે શંકા જતા તપાસ કરવામાં આવી હતી. જેમા તેની પાસેથી 3 કિલો સોનુ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમ્યાન તપાસમાં એરપોર્ટ પરના પાર્કિગની કામગીરી કરતાં એક શખ્સની પણ સંડોવણી બહાર આવી છે.