અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે દુબઇથી દાણચોરીનું સોનું લઇને આવેલા એક યુવક અને તેના સાથીદાર સોનીની ધરપકડ કરી તેમની પાસેથી દાણચોરીના સોના સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. દાણચોરીના સોના સાથે ઝડપાયેલો જીગ્નેશ તેની પત્ની શિલા સાથે સોનું લેવા દુબઇ ગયો હતો. આંતરવસ્ત્રોમાં સોનાની પેસ્ટ છુપાવીને લાવ્યો હતો. તેણે પોતાની એક મિત્ર કેતન સોનીને આ સોનું આપી દીધું હતું.