દિવાળીનું મહાપર્વ નજીક આવી રહ્યું છે તેમ બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. આજે દિવાળીના દસ દિવસ પહેલાં ભારતના સોના-ચાંદી બજારમાં એક નવો ઇતિહાસ રચાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે સોનાએ રૂ. ૮૦,૦૦૦ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. તો બીજી તરફ મુંબઈ સોના-ચાંદી બજાર આજે બંધ હોવા છતાં પણ ચાંદીએ રૂ. ૯૬,૦૦૦ની સપાટી કૂદાવી હતી. જ્યારે અમદાવાદમાં ૯૫,૦૦૦ની સપાટી કૂદાવી હતી આમ આજે બંને કીમતી ધાતુમાં દિવાળી પૂર્વે નવો ઇતિહાસ રચાયો હતો.