વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ઉદ્ભવેલ એકધારી તેજીની સીધી અસર સ્થાનિક સોના-ચાંદી બજારમાં જોવા મળી રહી છે. વૈશ્વિક તેજી પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં અકલ્પનીય તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમદાવાદ સોનું (૯૯.૯) રૃા. ૮૦૦ ઉછળીને ૭૩,૦૦૦ને આંબી ગયું હતું. બીજી તરફ આજે ચાંદી રૃા. ૧,૦૦૦ ઉછળીને ૮૧,૦૦૦ની નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ હતી.