વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે વિવિધ કોમોડિટીઝના ભાવોમાં તેજીનો પરપોટો ફૂટ્વા લાગી વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલ, ઈન્ડસ્ટ્રીયલ મેટલ, સોના-ચાંદી સહિત કિંમતી ધાતુઓ, કૃષિ ચીજોના ભાવોમાં સતત ગાબડાં પડી રહ્યા છે. ક્રુડ ઓઈલ ન્યુયોર્ક-નાયમેક્ષ ૯૬ ડોલરની સપાટી અને બ્રેન્ટ ક્રુડ ૯૮ ડોલરની સપાટી ગુમાવી હતી. જ્યારે વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે વધુ ૨૯ ડોલર તૂટીને ૧૭૩૫ ડોલરની સપાટીએ આવી ગયા હતા. આમ બે દિવસમાં ૭૦ ડોલરનો કડાકો બોલાયો હતો. ક્રુડ ઓઈલના ભાવ ગઈકાલે ૧૦ ટકાથી વધુ તૂટી ગયા બાદ સાધારણ રિકવર થઈ ૧૦૨.૧૪ ડોલર થયા પછી ફરી મોડી સાંજે ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧૦૦ ડોલરની સપાટી ગુમાવી ચાર ટકા જેટલું તૂટીને ૯૫.૬૫ ડોલરની સપાટીએ અને બ્રેન્ટ ક્રુડ ત્રણ ટકા તૂટીને ૯૮ ડોલરની સપાટી અંદર ઊતરી ગયા હતા. ઈન્ડસ્ટ્રીયમ મેટલમાં પણ વૈશ્વિક મંદીના ભય વચ્ચે ભાવો સતત તૂટતાં જોવાયા હતા. કોપર એલએમઈ વાયદો ૩૩૬ ડોલર તૂટીને ૭૬૭૦ ડોલર, એલ્યુમીનિયમ વાયદો ૭૨ ડોલર તૂટીને ૨૩૯૨ ડોલર, જસત વાયદો ૧૨૬ ડોલર તૂટીને ૨૯૯૨ ડોલર અને ટીનના ૬૦૦ ડોલર તૂટીને ૨૬,૦૦૦ ડોલર બોલાવા લાગ્યા હતા. કિંમતી અન્ય ધાતુઓમાં ચાંદીમાં મામુલી પાંચ સેન્ટ ઘટીને ૧૯.૧૬ ડોલર નજીક રહ્યા હતા. જ્યારે પ્લેટીનમ ૯ ડોલર તૂટીને ૮૬૦ ડોલર બોલાતા હતા.