દિલ્હીના સોના- ચાંદી બજારમાં બુધવારે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો અને ૯૯.૯ ટકા શુદ્ધતા ઘરાવતા સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ.૧,૧૧૩ વધી રૂ.૩૭,૯૨૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં સોનાનો ભાવ ૩૮,૫૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે હાલમાં વ્યાપાર તંગદિલી વધવાથી રોકાણકારોએ સુરક્ષિત ગણાતા સોનામાં રોકાણને યોગ્ય માન્યું હતું. આથી, વિદેશી બજારોમાં પણ સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. રોકાણકારો દ્વારા સોનામાં સતત ખરીદીને કરણે પણ ભાવ ઊંચકાયા હતા. ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોના ઉપાડને કારણે ચાંદીના ભાવમાં પણ એક કિલોએ રૂ.૬૫૦નો વધારો થવા સાથોસાથ ભાવ રૂ.૪૩,૬૭૦ થયો હતો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મજબૂત વૈશ્વિક વલણ અને સ્થાનિક માગ વધવાથી સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ એક ઔંસે ૧,૪૮૭.૨૦ ડોલર હતો જ્યારે ચાંદીમાં એક ઔંસનો ભાવ ૧૬.૮૧ ડોલર મુકાયો હતો.