સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આ પોલિસીના ભાગરૂપે આજે નાણાપ્રધાન નિર્મલા સિતારમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ બનાવવાની જાહેરાત કરી છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે.