લગ્નગાળાની સિઝન વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવ ફરી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે. સોનાની કિંમત પહેલીવાર 77 હજારને પાર પહોંચ્યા છે. ચાંદીનો ભાવ પ્રતિકિલો 91,500ના વિક્રમી સ્તરે છે. સવારથી જ વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવ બમણાથી પણ વધુ થયા છે. છેલ્લા એક વર્ષમાં સોનાની કિંમતમાં 10 હજારથી વધુનો વધારો થયો છે.