એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો છે. મંગળવારે વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં એકતા ભ્યાને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભ્યાને તેના ચોથા પ્રયાસમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ૧૬.૦૨ મીટરનો થ્રો કર્યો હતો. એફ ૩૨/૫૧ ઇવેન્ટમાં એકતાએ ગોલ્ડ, યુએઇની અલ્કાબી થેકરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. એફ ૩૨/૫૧ એવો વિભાગ છે જેમાં હાથની ખોડ ધરાવતા એથ્લિટ્સને સામેલ કરવામાં આવે છે. અગાઉ આ વર્ષના પ્રારંભે એકતાએ ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતે મંગળવારે ૧ ગોલ્ડ સાથે ૩ બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યા હતા.