પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી અને વડા પ્રધાન મોદી વચ્ચેની કટૂતામાં વધારો થયો છે. પહેલા પીએમ મોદીની શપથવિધિમાં હાજર રહેવાનો ઇનકાર કરનાર મમતા બેનરજીએ મોદી દ્વારા બોલાવેલી નીતિ આયોગની બેઠકમાં જવાનો ઇનકાર કરી દીધો છે. ૧૫ જૂને વડા પ્રધાન મોદીએ નીતિ આયોગની બેઠક બોલાવી છે જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું હતું. નીતિ આયોગના આમંત્રણનો અસ્વીકાર કરતા બેનરજીએ કહ્યું કે આયોજન પંચનો ભંગ કરીને નીતિ આયોગની રચના કરવાનો નિર્ણય રાજ્યોની સલાહ-મસલત વગર લેવામાં આવ્યો છે. મમતાએ કહ્યું કે નીતિ આયોગ રાજ્યોને ટેકો આપતું ન હોવાથી બેઠકમાં હાજર રહેવાની નથી.બેનરજીએ કહ્યું કે નીતિ આયોગ કરતા તો આયોજન પંચ સારું હતું. નીતિ આયોગની બેઠકમા મારું આવવું બેકાર છે. યોજના આયોગ નીતિ આયોગ કરતા વધારે પ્રભાવશાળી હતું. તે વધારે સફળ બન્યું હોત.