2002ના નરોડા ગામ કોમી રમખાણ કેસ જેમાં લઘુમતિ સમુદાયના અગિયાર લોકો માર્યા ગયા હતા તે કેસમાં અહીંની વિશેષ અદાલત ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી એ 86 આરોપીઓમાં સામેલ છે જેમની આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18ના મધ્યવર્તી ગાળામાં મૃત્યુ થયા હતા.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIT)ના કેસોના વિશેષ ન્યાયાધીશ એસ કે બક્ષીની કોર્ટ 20 એપ્રિલે 68 આરોપીઓ સામે ચુકાદો આપવાની છે. 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં કોમી હિંસામાં 11 લોકો માર્યા ગયા હતા. એક દિવસ પહેલા ગોધરા ટ્રેન સળગાવવાના વિરોધમાં બોલાવવામાં આવેલા બંધ દરમિયાન, જેમાં 58 મુસાફરો, કે જે મોટાભાગે અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો હતા તે માર્યા ગયા હતા.