ગોધરામાં રહેતા નિવૃત્ત નાયબ કાર્યાપાલક ઈજેનેર સામે ગોધરીની સેશન્સ કોર્ટમાં આવક કરતા વધુ સંપત્તિ હેઠળની ફરિયાદ કરવામાં આવી છે. ચુનીલાલ ધારસિયાણી નામના નિવૃત્ત ઈજનેરના નામે માત્ર ગોધરામાં જ 400 જેટલી મિલકત છે. જેની બજાર કિંમત રૂ.600 કરોડ જેંટલી છે. સમગ્ર કાર્યકાળ દરમિયાન આવકની સામે મિલકતની કિમંત વિશે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો બહુ મોટો ઘટસ્ફોટ બહાર આવી શકે તેમ છે, તેવી રજૂઆત કરવામાં આવી છે.
વિરલગીરી ગોસ્વામી નામના ફરિયાદીએ ગોધરા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે, ચુનીલાલ ધારસિયાણી તેમની સરકારી નોકરી દરમિયાન અપ્રમાણસર આવકમાંથી મિલકતો વસાવી છે.
રસ્તા, અંડરબ્રિજ અને અન્ય કામો કરવા સામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આ નાણાં સગેવગે કરવા 90 પ્લોટ ગોધરામાં ખરીદવામાં આવ્યા છે. જેની તપાસ થવી જરૂરી છે.